મહુવા આર.જી.ભક્ત પ્રા.શાળામાં D.G.V.L દ્વારા એનર્જી કનવર્ઝન વિષય પર સ્પર્ધા યોજવામાં આવી.
મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં આવેલી મહુવા કેળવણી મંડળ સંચાલિત આર.જી.ભક્ત પ્રાથમિક શાળા મહુવા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની મહુવા દ્વારા વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.DGVL દ્વારા એનર્જી કનવર્ઝન વિષય પર ચિત્રકામ સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં 25 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ધોરણ 8 ની વિધાર્થીની શેખ સવદા સાહિદ એ પ્રથમ ક્રમાંક હાંશીલ કર્યો હતો.જ્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની મહુવા તરફથી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવા ખુબજ સરસ આયોજન કરવા બદલ શાળા પરિવારે પણ આભાર વ્યક્ત કર્યો હતો.અને દક્ષિણ ગુજરાત વીજ કંપની મહુવા ના અધિકારીઓ દ્વારા એક થી ત્રણ નંબર ને ઇનામો જ્યારે ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.




