Traffic Tail

૯મી ડિસેમ્બરે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત બી.એલ.ઓ.મતદાન મથકે હાજર રહી હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારશેઃ

SHARE:

૯મી ડિસેમ્બરે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત બી.એલ.ઓ.મતદાન મથકે હાજર રહી હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારશેઃ

મતદારોએ વધુમાં વધુ મતદારયાદીમાં નામો નોંધાવવા અનુરોધઃ
ભારતીય ચુંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા.૦૧/૧/૨૦૨૪ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ રૂપે તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ શનિવારે આખરી દિવસ હોઈ બૂથ લેવલ ઓફિસર્સ સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.
હાલ સુરત જિલ્લાની તમામ કોલેજો, પોલિટેકનિક અને આઇ.ટી.આઇ ખાતે ૧૮ અને ૧૯ થી ૨૯ વર્ષની વય જુથના વિદ્યાર્થીઓ કે જેમનું નામ મતદારયાદીમાં સામેલ નથી,તેવા વિદ્યાર્થીઓના નામ દાખલ કરવાની સુવર્ણતક સાપડી છે.
જિલ્લાના નાના,મધ્ય અને મોટા ઓદ્યોગિક એકમો ખાતે પણ ખાસ કરીને ૨૦ થી ૨૯ વર્ષના નાગરિકોના નામ મતદાનયાદીમાં દાખલ કરવા માટે તા.૯/૧૨/૨૦૨૩ સુધી અલગ અલગ તારીખોએ કેમ્પ કરવામાં આવી રહ્યા છે. જેથી તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ તેઓની કોલેજો/આઇ.ટી.આઇ/યુનિવર્સીટી/ઓદ્યોગિક ખાતે થનાર કેમ્પમાં અવશ્ય ભાગ લઇને નામ મતદારયાદીમાં નોંધાવવાનો સુરતના અધિક જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!