ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત સુરત જિલ્લામાં તા.૦૯મી ડિસેમ્બરે સુધી અલગ અલગ તારીખોએ કેમ્પ યોજાશે
નાગરિકો,વિદ્યાર્થીઓને કોલેજો/આઇ.ટી.આઇ/યુનિવર્સીટી/ઓદ્યોગિક ખાતે થનાર કેમ્પમાં અવશ્ય ભાગ લઇ મતદાનયાદીમાં નામ નોંધાવવા અપીલઃ
લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝૂંબેશ દિવસ ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર તા.૯/૧૨/૨૦૨૩ના દિવસે બૂથ લેવલ ઓફિસર્સ સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.
હાલ સુરત જિલ્લાની તમામ કોલેજો, પોલિટેકનિક અને આઇ.ટી.આઇ ખાતે ૧૮ અને ૧૯ થી ૨૯ વર્ષની વય જુથના વિદ્યાર્થીઓ કે જેમનું નામ મતદારયાદીમાં સામેલ નથી,તેવા વિદ્યાર્થીઓના નામ દાખલ કરવા માટે તેમજ જિલ્લાના નાના,મધ્ય અને મોટા ઓદ્યોગિક એકમો ખાતે પણ ખાસ કરીને ૨૦ થી ૨૯ વર્ષના નાગરિકોના નામ મતદાનયાદીમાં દાખલ કરવા માટે અગામી તા.૯/૧૨/૨૦૨૩ના સુધી અલગ અલગ તારીખોએ કેમ્પ કરવામાં આવી રહ્યા છે. જેથી તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓ અપીલ છે કે, આપની કોલેજો/આઇ.ટી.આઇ/યુનિવર્સીટી/ઓદ્યોગિક ખાતે થનાર કેમ્પમાં અવશ્ય ભાગ લઇ આપનું નામ મતદાનયાદીમાં નોંધાવવું એવું અધિક જિલ્લા ચુંટણી અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.




