Traffic Tail

મહુવા તાલુકાના કાછલ ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામજનો

SHARE:

મહુવા તાલુકાના કાછલ ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામજનો

ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના કાછલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા તેમજ ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ધારાસભ્યશ્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.
મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા અમે કટિબદ્ધ છીએ. જે ગ્રામજનો જે પણ યોજનાઓના લાભ મેળવી શક્યા નથી તેઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે. ગામથી લઈ દેશના વિકાસ માટે આપણે સહિયારૂ યોગદાન આપીએ એવો મત તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય જણાવ્યો હતો.
ધારાસભ્શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.સી.માહલાએ કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપીને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. સરપંચ કલ્પનાબેન ચૌધરીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું, તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખીમંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ લીલાબેન કેદારિયા, તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ નાયક, પાણી પુરવઠાના અધિકારી, મેડિકલ ઓફિસર, તા. પં.ના વિસ્તરણ અધિકારી અમરસિંહ પરમાર, ICDS મુખ્ય સેવિકા, અગ્રણી નરેન્દ્ર ચૌધરી, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય સ્ટાફ, પ્રા.શાળાના શિક્ષકો અને અન્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!