વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા મહુવા તાલુકાના ઘડોઈ અને ગોપળા ગામના ગ્રામવાસીઓ
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના ઘડોઈ અને ગોપળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી.
આ પ્રસંગે ગામના અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન તેમજ વિવિધ શાખાના પદાધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે બંને ગામોના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શીલાબેન પટેલ, જિલ્લાના નાયબ DDOશ્રી વિકાસ મહાકાલ, તાલુકા વિકાસ અધિકારી પી. સી. માહાલા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રીટાબેન, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ધર્મેશભાઈ પટેલ, શ્રીમતી સવિતાબેન પટેલ, વૈશાલીબેન, ગીતાબેન તેમજ ઘડોલી ગામે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી રાકેશભાઈએ પટેલ, સંગઠનના અગ્રણી કિશનભાઈ પટેલ અને હિતેશભાઈ નાયક, જિલ્લા પંચાયતના સભ્યશ્રી જીનેશભાઈ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતિ લીલાબેન, ગામના સરપંચશ્રી આશાબેન અજયભાઈ નાયકા, ઉપસરપંચ, THO શ્રી મનોજભાઈ ચૌધરી, મેડિકલ ઓફિસર સહિત વિવિધ વિભાગના અધિકારી, કર્મચારીઓ, મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર, તેડાગર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



