પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક ચેરમેન ડૉ વીણાબેન દેસાઈની અધ્યક્ષતામાં યોજાઇ
૫ નવા રજીસ્ટ્રેશન અને ૯ રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવામાં આવી.
પૂર્વ પ્રસૂતિ નિદાન પરિક્ષણ અધિનિયમ(PNDT) ૧૯૯૪ અન્વયે ચેરમેન ડૉ. વીણાબેન દેસાઈની અધ્યક્ષતામાં પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખા ખાતે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ૫ નવા રજીસ્ટ્રેશન અને ૯ રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ, ગાયનેકોલોજિસ્ટ, બાળકોના વિભાગ, માઇક્રોબાયોલોજી તથા જિલ્લા ન્યાયાલયના વકીલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



