Traffic Tail

ચોમાસુ સિઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાની ખરીદી વખતે ખેડૂતોએ તકેદારી રાખવી.

SHARE:

ચોમાસુ સિઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાની ખરીદી વખતે ખેડૂતોએ તકેદારી રાખવી.

અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરો.

આગામી ચોમાસુ સિઝનમાં વાવેતર માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાની ખરીદી કરતી વખતે ખેડૂતોએ ખાસ કાળજી રાખવી હિતાવહ છે. ખેડૂતોએ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી કોઈપણ સંજોગોમાં બિયારણની ખરીદી કરવી નહી. જેથી, છેતરપિંડીથી બચી શકાય.
આ પ્રકારની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરૂ નામ, સરનામું અને જે વસ્તુ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું સહી સાથેનું બિલ અવશ્ય લેવું. મુદત પૂરી થઈ ગઈ હોય તેવા બિયારણ, ઈનપુટની ખરીદી ક્યારેય ન કરવી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો. અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવા વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) કચેરીને તુરંત જાણ કરવા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)-સુરતની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!