સુરત શહેરના અડાજણના શીટ નં.૫૮ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે.
પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજૂ કરવા અનુરોધ.
સુરત શહેરના અડાજણ(તા. અડાજણ)માં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ની કચેરીના શીટ નં.૫૮ના ચા.નં. ૨૯૭, ૩૦૪ નું રેકર્ડ તૈયાર કરીને તા.૨૮/૦૫/૨૦૨૬ના રોજ ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. તૈયાર થયેલા અડાજણના રેકર્ડને અડાજણ-૧ની કચેરી નં.૫૮ની કચેરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેથી આ પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો તા.૨૮/૦૫/૨૦૨૬ સુધીમાં ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ની કચેરી, સી-બ્લોક છઠ્ઠો માળ,બહુમાળી મકાન,નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક, જમીન દફતર-સુરતની યાદીમાં જણાવાયું છે.



