Traffic Tail

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વેલણપુર અને સણવલ્લા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત

SHARE:

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વેલણપુર અને સણવલ્લા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત
                       સુરત જીલ્લાના મહુવા તાલુકાના વેલણપુર અને સણવલ્લા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આધુનિક રથ ગામ ખાતે ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
વેલણપુર ગામે સુજીતભાઈ પરમારે જણાવ્યું કે, ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં આત્મ નિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સપનાને સાકાર કરવા તથા દેશની સમૃદ્ધિની ગાથા વર્ણવી હતી. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારશ્રી પી.સી.મહાલા સહિતના અધિકારીઓએ પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી જેવી યોજનાઓની વિગતો આપી હતી. મિલેટ અને THRનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે IEC વિશેષ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા લાયઝન અઘિકારીશ્રી ડો. સુજીતભાઈ પરમાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મહુવા તાલુકાના TDOશ્રી પી. સી. મહાલા સર, નોડલ અધિકારી શ્રીમતિ વિંકલબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીલાબેન પટેલ તથા ઉપપ્રમુખશ્રી ચેતનભાઈ મિસ્ત્રી, ગામના સરપંચ શ્રીમતી નયનાબેન પટેલ સહિત THO મેડિકલ ઓફિસરશ્રી મનોજ સર, તેમજ સેન્ટ્રલ બેંકના મેનેજરશ્રી રમીઝ અલી સૈયદ, તાલુકા પંચાયતના કર્મચારી, મુખ્ય સેવિકા ચંપાબેન, કાયૅકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને વિકસિત બનાવવાની દિશામાં પ્રયત્ન અંગે શપથ ગ્રહણ કર્યા હતાં.
સણવલ્લા ગામે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વહીવટી અધિકારીશ્રી એમ.કે ગામીત, વહીવટી આરોગ્ય, તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન અધિકારીશ્રી વિપુલભાઈ ચૌધરી, નોડલ અધિકારી શ્રીમતિ વિંકલબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીલાબેન એસ પટેલ, તથા ગામના સરપંચ શ્રીમતી રીટાબેન અમિતભાઈ પટેલ, સેન્ટ્રલ બેંકના ઓફિસરશ્રી સુશ્રુત મહાપાત્ર, ગ્રામપંચાયતના કર્મચારી, મુખ્ય સેવિકા ચંપાબેન, આંકડા મદદનીશશ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!