મહુવા અસ્મિતા ભવન ખાતે રવિ કૃષિ મહોત્સવ 2023 ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો.
મહુવા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ 2023 ના કાર્યક્રમનું આયોજન મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની અઘ્યક્ષતામાં અસ્મિતા ભવન મહુવા ખાતે કરવામાં આવ્યું હતું રાજ્ય ના ખેડૂતો ને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજના ઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર કૃષિ ખેડૂત
કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતલક્ષી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ સરકાર શ્રી ની વિવિધ યોજનાઓની ચર્ચા સાથે ખેડૂતોના પડખે ઉભી રહેનારી સરકાર હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે મહુવા 170 વિધાનસભા ના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા,તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન તેમજ તાલુકા પંચાયત સભ્યો,સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના અધ્યક્ષ રાકેશભાઈ. એ.પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્યો,તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક,પ્રાંત અધિકારી,મામલદાર મહુવા,તાલુકા વિકાસ અધિકારી તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.



