Traffic Tail

તા.૨૪મીએ માંડવી ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને આદિજાતિ મંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે.

SHARE:

તા.૨૪મીએ માંડવી ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને આદિજાતિ મંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે.

રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની સજમ મળી રહે તે હેતુસર માંડવી તાલુકા ખાતે તા.૨૪/૧૧/૨૦૨૩ના રોજ સવારે ૯.૦૦ વાગે ધી માંડવી હાઇસ્કુલ ખાતે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકશે. કૃષિ મેળો તા.૨૪ અને તા.૨૫મીના રોજ ખેડુતોને માર્ગદર્શન તથા સેમિનાર યોજાશે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અનિલકુમાર ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીમતી ગીતાબેન પટેલ, ચેતનાબેન પટેલ, દિલીપભાઇ ચૌધરી, બિપીનભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!