બારડોલી તાલુકાના ખોજ અને મોટીફળોદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું
સુરત જીલ્લાના બારડોલી તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પાંચમાં દિવસની ઉજવણી ખોજ અને મોટીફળોદ ગામે કરવામાં આવી હતી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વિવિધ શાખાઓ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિષે માહિતી આપેલ પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા ,પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસારણ તેમજ ICDS બારડોલી ના ઇન્ચાર્જ CDPO શ્રી, કર્મચારી અને કાર્યકર દ્વારા મિલેટ અને THR નો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન આયોજીત કરી તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ICDS તથા અન્ય વિભાગના લાભાર્થીઓ દ્વારા મેળવેલ લાભ મળ્યા બદલ સાફલ્ય ગાથા વર્ણવી હતી.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યશ્રી, THO શ્રી, નાબાર્ડના અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, BOBના અધિકારીશ્રી, તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ, આઈસીડીએસના ઈન્ચાર્જ સીડીપીઓશ્રી તથા મુખ્ય સેવિકા, કાયૅકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ હાજર રહ્યા હતા






