પુના ગામે જ્યોતિગ્રામ યોજનાની વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ સર્જાતા લાગી ભીષણ આગ.
મહુવા તાલુકાના પુના ગામે જ્યોતિ ગ્રામ યોજનાની વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ સર્જાતા ભીષણ આગ લાગી હતી.પુના ગામે પટેલ ફળિયામાં રહેતા સંગીતાબેનના ઘરની સામે જ્યોતિ ગ્રામ યોજનાની વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ સર્જાતા પશુ પાલક સંગીતા બેનના પશુ માટે સંગ્રહ કરેલા 5 હજાર થી વધુ ઘાસની પૂળી તેમજ નીચે મુકેલા લાકડામાં ભીષણ આગ લાગી જવા પામી હતી.આગની લપેટમાં સ્થાનિકો માટે પીવાના પાણીની ટાંકી ને પણ નુકશાન પહોંચવા પામ્યું હતું.જોકે આગની ઘટનામાં કુતરાના નાના ગલુડિયા જેમની આંખ પણ ખુલીના હોય એવા પાંચથી વધુ ગલુડિયા આગની ઝપેટમાં અંદર ભસ્મ થઈ જતા લોકોની આંખ પણ નમ થઈ જવા પામી હતી.જોકે સ્થાનિકો એ મુંગા પ્રાણી ને બચાવવાનો અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ એક તરફ વીજ પાવર બંધ થઈ જતા આજુબાજુના લોકોના ઘરથી પાણી લાવી પાણી નો છટકાવ કરવામાં આવ્યો હતો.જ્યાં સુધી આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં તો પશુ પાલક સંગીતા બેનના ઘાસચારો બળી ને ભસ્મીભૂત થઈ જતા અંદાજિત 20 હજાર થી વધુનું નુકશાન થઈ જવા પામ્યું હતું ત્યારે નવા વર્ષ ની શરૂઆતમાં જ પશુ પાલક સંગીતા બેન પર મુસીબત નો આભ તૂટી પડ્યો છે.તો બીજી તરફ સ્થાનિકો ની મદદથી આગ કાબુમાં આવી જતા આજુબાજુ ના ઘરોમાં આગ લાગવાની ઘટનાને પણ રોકી લેવામાં આવી છે.






