Traffic Tail

‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ હેઠળ બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળામાં સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

SHARE:

સ્વચ્છતા હી સેવા-સુરત

‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ હેઠળ બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળામાં સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

તા.૧ ઓક્ટોબરથી રાષ્ટ્રવ્યાપી શરૂ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને બહોળા પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે. કચરા મુક્ત ભારત અને કચરા મુક્ત રાજ્ય કરવાની નેમ સાથે શરૂ કરાયેલી મુહિમ અંતર્ગત વિવિધ પ્રવુત્તિઓ કરવામાં આવી રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન’ હેઠળ બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળામાં સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ગ્રામજનો અને શાળાના શિક્ષકગણ સાથે મળીને શાળાના કેમ્પસમાં અને આસપાસના વિસ્તારની સાફ સફાઇ કરાઇ હતી.
આગામી ૧૬મી ડિસેમ્બર સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર સફાઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને પરિણામે આ ઝુંબેશ જન આંદોલન બની છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!