Traffic Tail

તા.૨૦મીએ માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને બે દિવસીય કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાશે

SHARE:

આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ૨૦૨૩-‘૨૪’

તા.૨૦મીએ માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને બે દિવસીય કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાશે

લોકોને મિલેટ્સ(શ્રી અન્ન)ધાન્યો અને તેના ફાયદાથી અવગત કરવા યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૨૩ને ‘આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ’ જાહેર કરાયું છે. અને સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે તા.૨૦ અને ૨૧ ઓકટોબર ૨૦૨૩ દરમિયાન સુરત ખેતીવાડી વિભાગ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર-આત્મા, બારડોલીના સયુંકત ઉપક્રમે માંડવી નગર પાલિકા, ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય કૃષિ મેળો અને પ્રદર્શન સ્ટોલ યોજાશે. આ મિલેટ્સ મેળાનો તા.૨૦મીના રોજ સવારે ૧૦.૦૦ વાગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે શુભારંભ કરવામાં આવશે.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ, સંયુક્ત ખેતી નિયામક(વ)શ્રી કે.વી.પટેલ, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દીપલભાઈ જે.ચૌધરી , જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રીમતી ચેતનાબેન વી.પટેલ,શ્રી અનિલકુમાર ચૌધરી અને શ્રી બિપીનભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!