સ્વચ્છતા એજ સેવા
વોર્ડ ૩૦નાં કનસાડ ગામના હળપતિ વાસમાં સાફ-સફાઇ કરવામાં આવી
વોર્ડ ૩૦ નાં મનપાના અધિકારી ગણ, નગર સેવકો, એનજીઓ સફાઈ અભિયાનમાં જોડાયા
સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બનાવી છે. સુરત મહાનગર વોર્ડ નં. 30 (કનસાડ-સચીન-ઉન-આભવા)ના કનસાડ ગામ સ્થિત હળપતિ વાસ ખાતે સ્વછતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લાઈટ એન્ડ ફાયર ચેરમેન ચિરાગ સિંહ સોલંકીના જણાવ્યું હતું કે, અભિયાનમાં સાઉથ ઝોન -બી ના ડેપ્યુટી કમિશ્નરશ્રી, સાથી કોર્પોરેટરશ્રીઓ, પુર્વ કોર્પોરેટરશ્રી તેમજ એન.જી.ઓ અને સ્થાનિક કાર્યકર મિત્રો સફાઈ અભિયાનમાં જોડાયા હતાં.
ઉલ્લેખનીય છે કે, સાઉથ ઝોન-બી(કનકપુર)નાં જુદા જુદા વિસ્તારમાં તા: ૧૪/૧૦/૨૦૨૩ થી ૧૬/૧૦/૨૦૨૩ દરમ્યાન “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. જેમાં તમામ એન.જી. ઓ.નાં સભ્યો,સામાજિક અગ્રણીઓ અને સિનિયર સીટીઝનો ઝુંબેશમાં સહભાગી બન્યા હતા.






