Traffic Tail

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ હેઠળ માંડવી ખાતે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઇ

SHARE:

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ હેઠળ માંડવી ખાતે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઇ

તા.૧ સપ્ટેમ્બરથી ૧૩ ઓકટોબર સુધી દેશભરમાં ચાલનારા ‘મારી માટી ,મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી હેઠળ માંડવી તાલુકા ખાતે અમૃત કળશ યાત્રા યોજાઇ હતી. નગરપાલિકા પ્રમુખશ્રી નિમેશભાઈ શાહ દ્વારા માંડવી નગરપાલિકા ભવનથી પ્રસ્થાન કરાવાયેલી અમૃત કળશ યાત્રાની તાપી રીવરફ્રન્ટ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનનો હેતુ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા નાયકો, શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં અમૃત કળશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં દેશનાં ખૂણે ખૂણેથી ૭૫૦૦ કળશોમાં એકત્ર થયેલી માટી દિલ્હીના ગૌરવ પથ પહોંચશે.
આ કાર્યક્રમમાં નગરપાલિક ઉપપ્રમુખશ્રી સંધ્યાબેન ચૌધરી, નગરપાલિકા સામાજિક સંસ્થાના અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!