Traffic Tail

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ હેઠળ યોજાયેલી ‘અમૃત કળશ યાત્રા’માં સહભાગી થતા ધારાસભ્યશ્રી ઇશ્વરભાઇ પરમાર

SHARE:

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ હેઠળ યોજાયેલી ‘અમૃત કળશ યાત્રા’માં સહભાગી થતા ધારાસભ્યશ્રી ઇશ્વરભાઇ પરમાર
તા.૧ સપ્ટેમ્બરથી ૧૩ ઓકટોબર સુધી દેશભરમાં ચાલનારા ‘મારી માટી ,મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી હેઠળ બારડોલી તાલુકા ખાતે ધારાસભ્યશ્રી ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ‘અમૃત કળશ યાત્રા’ યોજાઇ હતી. રેલ્વે સ્ટેશનથી નગરપાલિકા કચેરી થઇને નગરના જુદા જુદા વિસ્તારોમાં યાત્રાએ પરિભ્રમણ કરી નગરજનો પાસેથી એક ચપટી ચોખા અને માટી એકત્ર કરવામાં આવી હતી.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનનો હેતુ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા નાયકો, શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં અમૃત કળશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં દેશનાં ખૂણે ખૂણેથી ૭૫૦૦ કળશોમાં એકત્ર થયેલી માટી દિલ્હીના ગૌરવ પથ પર પહોંચશે.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી ધર્મેશભાઇ પટેલ તથા ઉપપ્રમુખશ્રી વિજયભાઇ પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી મિલન પલસાણા, સભ્યશ્રીઓ અને નગરપાલિકાના કર્મચારી તેમજ મોટી સંખ્યામાં નગરજનો સહભાગી બન્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!