Traffic Tail

સુરત આરટીઓ દ્વારા થ્રી વ્હીલર વાહનો માટે પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોની હરાજી થશે

SHARE:

સુરત આરટીઓ દ્વારા થ્રી વ્હીલર વાહનો માટે પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોની હરાજી થશે

તા.૧૭ થી ૧૯ ઓકટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા થ્રી વ્હીલર વાહનોની GJ-05 CXની નવી સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવશે. તા.૧૭ થી ૧૯ ઓકટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે જ્યારે હરાજી ૧૯ થી ૨૧ ઓકટોબર દરમિયાન કરવામાં આવશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઇસનો કોઇ નંબર નહિ મેળવે અથવા ઉપલબ્ધ નબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહિ તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે અને આવા અનરજિસ્ટર્ડ વાહનનો જાહેર ઉપયોગ કરી શકાશે નહીં એમ સુરતના ઈ.ચા.પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!