૨૬મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે.
૨૮મીએ સુરત ‘જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવી.
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ મે મહિનાનો ‘‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’’૨૬/૦૫/૨૦૨૬ એ અને ‘‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’’ તા.૨૮/૦૫/૨૦૨૬ એ યોજાશે. તા.૨૬મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૬મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે જિલ્લાના વર્ગ-૧ના અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી પ્રશ્નોનું નિરાકરણ લાવશે. જેમાં મજુરા, ઉધના અને પુણા તાલુકામાં પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેર તેમજ નાયબ કલેક્ટરશ્રી-સિટી પ્રાંત(દક્ષિણ), અબ્રામા, કતારગામ અને અડાજણ તાલુકામાં મુખ્ય કારોબારી અધિકારીશ્રી (સુડા), સુરત તેમજ, નાયબ કલેક્ટરશ્રી-સિટી પ્રાંત(ઉત્તર), ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ નાયબ કલેક્ટરશ્રી ઓલપાડ પ્રાંત, કામરેજ અને પલસાણા તાલુકામાં પોલીસ અધીક્ષક શ્રી,સુરત ગ્રામ્ય તેમજ નાયબ કલેક્ટરશ્રી કામરેજ પ્રાંત, બારડોલી, મહુવા અને અંબિકા તાલુકામાં નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ નાયબ કલેક્ટરશ્રી બારડોલી પ્રાંત,સુરત તેમજ માંગરોળ, માંડવી, ઉમરપાડા અને અરેઠ તાલુકામાં નાયબ કલેક્ટરશ્રી માંડવી પ્રાંત, નાયબ વન સંરક્ષકશ્રી (નોર્મલ) તેમજ, પ્રાયોજના વહીવટદારશ્રી, હાજર રહેશે.
ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજુઆતો અંગેની ‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’ તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જયારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી તેમ સુરતના જિલ્લા કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.



