Traffic Tail

વાતચીતથી સમાધાન – મધ્યસ્થતાથી સુમેળ – સમસ્યા નહી સમાધાન – મધ્યસ્થતાનો સાથ

SHARE:

વાતચીતથી સમાધાન – મધ્યસ્થતાથી સુમેળ – સમસ્યા નહી સમાધાન – મધ્યસ્થતાનો સાથ

નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાના વિવાદોના ઉકેલ માટે પહોંચેલ પક્ષકારો વચ્ચે સુરત મીડીએશન સેન્ટરમાં મધ્યસ્થીકરણથી સમાધાન શક્ય બન્યું

સુરતથી જાણીતી ટેક્ષટાઈલ કંપની અને સેન્ટ્રલ બેંક ઈન્ડિયા વચ્ચે ૨૦૦૨થી ચાલતા જુના વિવાદોનો સમાધાનકારી વલણ દ્વારા સુખદ અંત આવ્યોઃ

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સંચાલિત મધ્યસ્થીકરણ કેન્દ્રમાં એક જાણીતી ટેક્ષટાઈલ કંપની તેમજ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા વચ્ચે વર્ષો જુના વિવાદોનો મધ્યસ્થીની સુઝબુઝના કારણે અંત આવ્યો હતો.
વધુ વિગતો જોઈએ તો, પક્ષકારો વચ્ચે સને-૨૦૦૨ની સાલથી તકરારો ચાલતી હતી અને તે તકરારોનું ટ્રાયલ કોર્ટ સમક્ષ ન્યાયનિર્ણય આવતાં નારાજ પક્ષકાર તરફથી જિલ્લા અદાલત સમક્ષ અપીલ પણ દાખલ કરવામાં આવી હતી. જયારે બંને પક્ષકારો વચ્ચે ટ્રાયલ અદાલત સમક્ષના હુકમની અમલવારી કરાવવા દરખાસ્ત પણ દાખલ કરવામાં આવી હતી. તે દરમ્યાન ટેક્ષટાઈલ કંપની તરફથી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ સીવીલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જયારે પક્ષકારો વચ્ચે અગાઉની તકરારો પેન્ડીંગ હોવાનું તેમજ અગાઉ મધ્યસ્થીકરણ દ્વારા સમાધાન શક્ય બનેલ ન હોવાનું ધ્યાન ઉપર આવતાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ફરીથી પક્ષકારો વચ્ચેની તકરારો સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સંચાલિત મધ્યસ્થીકરણ કેન્દ્રમાં રીફર કરવામાં આવી હતી.
વધુમાં આ મધ્યસ્થીકરણની પ્રક્રિયા સુચારૂ રીતે થાય તે માટે સુરત જિલ્લા અદાલતના મુખ્ય ન્યાયાધિશ શ્રી રાહુલ એ. ત્રિવેદીને પણ સૂચન કરવામાં આવ્યું હતુ. જે અન્વયે સુરત જિલ્લા અદાલતના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ શ્રી રાહુલ એ. ત્રિવેદી દ્વારા બન્ને પક્ષકારો વચ્ચેની તકરારોના સુખદ નિરાકરણ માટે અનુભવી અને તટસ્થ મધ્યસ્થી શ્રી કિરીટકુમાર ગજજરને આ તકરારો મધ્યસ્થીકરણ માટે રીફર કરવામાં આવી હતી. મીડીએટર શ્રી ગજજર દ્વારા બંને પક્ષકારો વચ્ચે જરૂરી ખાનગી તેમજ સંયુકત બેઠક યોજી અગાઉની તકરારો ભુલી જઈ ભવિષ્યનો વિચાર કરી પોતાની તકરારો સમાધાનથી નિકાલ લાવવા કુનેહપુર્વક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમ્યાન પક્ષકારો વચ્ચે એકબીજા પ્રત્યે આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવામાં આવ્યા પરંતુ મીડીએટરશ્રી દ્વારા બંને પક્ષોને પોતાનો પક્ષ રજુ કરવા પુરતી તક આપવામાં આવી હતી અને પક્ષકારોના પ્રશ્નો સાંભળી તે પ્રશ્નોને બંને પક્ષોને મંજુર હોય તે રીતે સહમતિથી નિકાલ લાવવાનો અનેરો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. જેથી પક્ષકારો સહમત થયા હતા અને પોતાની તકરારોનો સમાધાનકારી વલણ અપનાવી સુખદ અંત આવ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!