Traffic Tail

મહુવા તાલુકાના બિલખડી ગામે વિશ્વ મહિલા દિનની ઉજવણી અંતર્ગત બે દિવસીય ‘મહિલા વૃત્તિકા તાલીમ’ યોજાઈ

SHARE:

મહુવા તાલુકાના બિલખડી ગામે વિશ્વ મહિલા દિનની ઉજવણી અંતર્ગત બે દિવસીય ‘મહિલા વૃત્તિકા તાલીમ’ યોજાઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના મહુવા તાલુકાના બિલખડી ગામે મહિલાઓ માટે બે દિવસીય “મહિલા વૃત્તિકા તાલીમ” યોજાઈ હતી. જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ગૃહઉદ્યોગ માટે પ્રોત્સાહિત કરી આત્મનિર્ભર બનાવવાનો છે.
નાયબ બાગાયત નિયામકની કચેરી, સુરતના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં બાગાયત અધિકારી જીનલ પટેલ અને બાગાયત મદદનીશ ભૂમિકા મોવલિયા દ્વારા કુલ ૨૬ મહિલાઓને ફળ, ફૂલ અને શાકભાજીમાંથી વિવિધ પરિરક્ષિત બનાવટો તૈયાર કરવાની પદ્ધતિ શીખવવામાં આવી હતી.
તાલીમમાં આમળાનો મુરબ્બો, કોપરાના લાડુ, મુખવાસ, રતાળુની વેફર, ખજૂરની બિસ્કીટ, બીટનો હલવો અને પાઈનએપલનું શરબત જેવી બનાવટો તૈયાર કરવાની રીત સમજાવવામાં આવી હતી. ઉપરાંત બહેનોને ઘરઆંગણે કિચન ગાર્ડન વિકસાવી કુદરતી રીતે જરૂરી શાકભાજી ઉગાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમના અંતે તમામ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!