માંડવીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ટ્રાફિક જાગૃતિ અને સાયબર ક્રાઈમ સેમિનાર યોજાયો.

SHARE:

માંડવીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ટ્રાફિક જાગૃતિ અને સાયબર ક્રાઈમ સેમિનાર યોજાયો

માંડવીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ટ્રાફિક જાગૃતિ અને સાયબર ક્રાઈમ અંગે માહિતીસભર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રોડ અકસ્માતો ઘટાડવા તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને ડિજિટલ સુરક્ષા અંગે જાગૃત કરાનો હતો.
પી.આઈ.શ્રી સી.બી.ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રાફિક પી.એસ.આઈ. શ્રી સિસોદિયાએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે રોડ અકસ્માતો કેવી રીતે અટકાવી શકાય, રાહબીર યોજના તેમજ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા કે ઇજાગ્રસ્તોને મળતી સરકારી સહાય અંગે વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ વધતા જતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઑનલાઈન છેતરપિંડીથી બચવાનાં ઉપાયો, સોશિયલ મીડિયા ઉપયોગ દરમિયાન રાખવાની સાવચેતીઓ અને શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં માંડવી પોલીસ જવાનો તેમજ ટ્રાફિક કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!