Traffic Tail

વલવાડા પુના વચ્ચે ઓલણ નદીના પરના ચેકડેમના બાંધકામમાં થતાં બારૂદી બ્લાસ્ટના ધડાકાથી લોકો ભયભીય..

SHARE:

વલવાડા પુના વચ્ચે ઓલણ નદીના પરના ચેકડેમના બાંધકામમાં થતાં બારૂદી બ્લાસ્ટના ધડાકાથી લોકો ભયભીય..


અંબિકા તાલુકાના ઓલણ નદી પર વલવાડા અને પુના વચ્ચે હાલમાં જ થયેલા ખાતમુહૂર્ત બાદ એજન્સી દ્વારા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું ત્યારે હાલ એજન્સી દ્વારા બારૂદી બ્લાસ્ટ થી પુના તેમજ વલવાડા ના સ્થાનિકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઓલણ નદી પર ચાલતા કામમાં કોઈપણ સમયે આ બ્લાસ્ટ ના ધડાકા સંભાળી રહ્યા છે ત્યારે ખેતીવાડી એ જતા મજૂરો પણ અચાનક થતા ધડાકા થી ભયભીત બની ગયા છે.ત્યારે ગમે જે સમયે જોરદાર ધડાકા બાબતે હજુ કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નથી પરંતુ લોકોમાં ભય ફેલાવતા ધડાકા બાબતે એજન્સી દ્વારા બારૂદી બ્લાસ્ટ બાબતે શું પરમિશન લેવામાં આવી છે ખરી? આ પ્રશ્ન સૌથી મોટો ઉદ્દભવી રહ્યો છે તો બીજી તરફ કોઈપણ જાણકારી વગર કરાતા બ્લાસ્ટ બાબતે બન્ને ગ્રામ પંચાયત પણ અજાણ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે કારણ કે બ્લાસ્ટ બાબતે ગ્રામજનો ને કોઈ જાણકારી આપવામાં આવી નથી ત્યારે હાલ તો એજન્સી દ્વારા ધરા ધ્રુજાવતા ધડાકા બાબતે શું બારૂદી બ્લાસ્ટ ની પરમિશન લેવામાં આવી છે ખરી ? કે પછી ભયભીત કરાતા ધડાકા બાબતે એજન્સી પોતાની મનમાની કરી રહી છે હાલ તમાસ નો વિષય બની જવા પામ્યો છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!