સુરત જિલ્લાની શાળાઓમાં HUMAN 3.0 WOLK ANTHON કાર્યક્રમ યોજાયો.

SHARE:

સુરત જિલ્લાની શાળાઓમાં HUMAN 3.0 WOLK ANTHON કાર્યક્રમ યોજાયો.

BIMS HOSPITAL SPARSH કેન્સર કેર દ્વારા ફિટ ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ સમગ્ર ગુજરાતમાં સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટે સ્કાઉટ ગાઈડ યુનિટ દ્વારા HUMAN 3.0 WALK ANTHON કાર્યક્રમ તા.1-2-2026 ના રોજ યોજાયો જેમાં સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તાર ભારત સ્કાઉટ ગાઈડ સંઘના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાની ઠક્કર બાપા ઉતર બુનિયાદી આશ્રમ શાળા વહેવલ ,પ્રાથમિક વિદ્યામંદિર પુના,અસ્તાન કન્યા વિદ્યાલય બારડોલી ,પ્રા.શા.અનાવલ અને ડુંગરીના વિદ્યાર્થીઓએ સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતિ આવે તે માટે 250 થી વધુ બાળકો અને 20 થી વધુ શિક્ષકોએ આ રેલીમાં ભાગ લીધો હતો.સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તાર ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ચીફ કમિશનર માનસિંહભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા મંત્રી પ્રેમકુમાર ગોસ્વામી,રાજ્ય સંઘના પ્રતિનિધિ લતાબેન ગોસ્વામી ,જિલ્લા ગાઈડ કેપ્ટન પ્રગનાબેન ચૌધરી ,પુના શાળાના આચાર્ય શાંતિલાલ ચૌધરી ,ધીરુભાઈ પટેલ તેમજ મમતાબેન ચૌધરીએ અથાગ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!