ઇન્સ્ટિટ્યૂટ માટે વહીવટી કમ તાલીમ બિલ્ડિંગ.
ગુજરાતમાં જનજાતીય ગૌરવ રથયાત્રા દ્વારા ઉજવણી
ગુજરાતમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં આયોજિત આ રથયાત્રા બે રૂટમાં (ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર) શરૂ થઇ છે, જેનું સમાપન 13 નવેમ્બર 2025ના રોજ એકતાનગર ખાતે કરવામાં આવ્યું. અત્યાર સુધી આ રથયાત્રામાં 7 લાખથી વધુ લોકો અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થયા છે. કાર્યક્રમ દરમિયાન 282 આરોગ્ય શિબિર, 63 સેવાસેતુ કાર્યક્રમ તેમજ સફાઇ કાર્યક્રમ, શાળા-કૉલેજોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આદિજાતિ જિલ્લાઓ સિવાય રાજ્યના 20 અન્ય જિલ્લાઓમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને લોકોમાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન અને તેમના યોગદાન વિશે જાગરૂકતા લાવવામાં આવી રહી છે.
એકતાનગર ખાતે પેવેલિયનનું ઉદ્ઘાટન
જનજાતીય ગૌરવ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે 1 નવેમ્બર 2025ના રોજ એકતાનગર ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર રાષ્ટ્રીય સ્તરની એક દિવસીય સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સિવાય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી બિરસા મુંડાના જીવન પર આધારિત ઝાંખી અને પ્રદર્શન માટેના પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આદિજાતિ સમાજની પરંપરાગત હસ્તકલા અને વાનગીઓના પ્રોત્સાહન અને વેચાણ માટે 10 સ્ટોલનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
ધરતી આબા ભગવાન બિરસા એક વ્યક્તિ નહીં એક પરંપરા છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે, “ધરતી આબા ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે જીવન સમર્પિત કર્યું. પોતાની સંસ્કૃતિ, પોતાના દેશ માટે પ્રાણોનો પરિત્યાગ કર્યો. આ કારણે તેઓ આજે પણ આપણી આસ્થાઓમાં, આપણી ભાવનાઓમાં ઉપસ્થિત છે. આ કારણે જ હું જ્યારે પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજને જોઉં છું ત્યારે મને ધરતી આબા ભગવાન બિરસા મુંડાનો ચહેરો જોવા મળે છે. આપણાં બધા માટે ધરતી આબા ભગવાન બિરસા એક વ્યક્તિ નહીં એક પરંપરા છે. સદીઓથી તેઓ ભારતના આત્માનો હિસ્સો છે. જે સમયે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે માનવતાનો અવાજ બની રહ્યા હતા, લગભગ તે જ સમયે બિરસા મુંડા ગુલામી વિરૂદ્ધ એક અધ્યાય લખી ચુક્યા હતા. ”





