સરકારી કોલેજ કાછલમાં એન.એસ.એસ. ડે નિમિત્તે જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી.

SHARE:

સરકારી કોલેજ કાછલમાં એન.એસ.એસ. ડે નિમિત્તે જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી.

 

સુરત,મહુવા:-સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કોલેજ, કાછલમાં કાર્યરત એન.એસ.એસ. વિભાગ દ્વારા “એન.એસ.એસ. દિવસ”ની ઉજવણી નિમિત્તે તા.30/09/2025, મંગળવારના રોજ નિબંધલેખન સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, શીઘ્ર કાવ્યલેખન સ્પર્ધા યોજાયી હતી. જેના મુખ્ય વિષયો : 1. વિદેશી છોડો, સ્વદેશી અપનાવો 2. સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા, 3. ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, 4.આદિવાસી સમાજ અને સંસ્કૃતિ જેવા વિષયો રાખવામા આવ્યા હતાં. સૌ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં સ્લોગન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ચૌધરી મીત બકુલભાઈ, દ્વિતીય ક્રમાંકે ચૌધરી કામિની શૈલેષભાઈ અને તૃતીય ક્રમાંકે ચૌધરી ટીસાકુમારી સરમુખભાઈ અને ચૌધરી મીત મુકેશભાઈ વિજેતા બન્યા હતાં. નિર્ણાયક તરીકેની ભૂમિકા સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રા.ચેતનાબેન પટેલે નિભાવી હતી. કાર્યક્રમની મંજૂરી આચાર્યશ્રી ડૉ.રાકેશ ચૌધરી સાહેબે આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડૉ.આશા ઠાકોર અને ડૉ.અંકિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!