Traffic Tail

મહુવા સુગરમાં પિલાણ સિઝન માટે બોઈલરમાં અગ્નિ પ્રદિપન વિધિ સંપન્ન

SHARE:

મહુવા સુગરમાં પિલાણ સિઝન માટે બોઈલરમાં અગ્નિ પ્રદિપન વિધિ સંપન્ન

સિઝન ૨૦૨૫-૨૬ માં સંસ્થાનો ૬.૫૦ લાખ મે.ટન શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક

અનાવલ : મહુવા પંથકની જીવાદોરી સમાન મહુવા સુગર ફેક્ટરીએ સને ૨૦૨૫-૨૯ ના વર્ષની પિલાણ સિઝન પૂર્વે ફેકટરી સંકુલમાં બોઈલરમાં અગ્નિ પ્રદિપન ડીરેકટર હિમાંશુભાઈ પટેલ તથા એમના ધર્મપત્નિ નીલાબેન પટેલના વરદહસ્તે સંપન્ન થઈ હતી.

આ શુભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ માનસિંહભાઈ પટેલ, ઉપપ્રમુખ બળવંતરાય પટેલ, ડીરેકટરશ્રીઓ વિપુલભાઈ પટેલ, સુનિલભાઈ પરમાર, મુકુંદભાઈ પટેલ, તરૂણભાઈ પટેલ, બળવંતભાઈ આહીર, નિકુંજભાઈ ઠાકોર, તુષારભાઈ પટેલ, સવિતાબેન પટેલ, અમિષાબેન પટેલ, સુરત ડીસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લિ., ના ડીરેકટર બાલુભાઈ પટેલ તેમજ ખેડુત મંડળના સભ્યોશ્રી તથા અન્ય પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહી સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી. આ પસંગે સંસ્થાના સભાસદો અને મેનેજીંગ ડીરેકટશ્રી ભાનેશભાઈ બી. પટેલ તથા અધિકારીઓ, કામદાર-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આગામી પિલાણ સિઝન ૨૦૨૫-૨૬ માં સંસ્થાનો ૬.૫૦ લાખ મે.ટન શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!