વિલાઈન ઇન્ડસ્ટ્રીઝ.પા.લિ.માં આદિવાસી કામદારોને થઈ રહેલા અન્યાય સામે ન્યાયની માંગણી સામે મહુવા મામલતદાર ને લેખિત રજુઆત.
સુરત,મહુવા:- મહુવા તાલુકાના તરસાડી ખાતે આવેલ વિલાઇન ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. માં કામ કરતાં કામદારો આદિવાસી સમાજના મહુવા અને વાલોડ તાલુકાના છે આદિવાસી સમાજ ના કામદારો સાથે થઈ રહેલા અન્યાય સામે ન્યાય ની માંગણી ને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ સાથે મહુવા મામલતદાર ને લેખિત રજુઆત સાથે ન્યાયની માંગણી કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ આ કંપનીના મેનેજમેન્ટ અને કોન્ટ્રાકટરો દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્થાનિક કામદારો સાથે અન્યાય, શોષણ અને હેરાનગતિ કરવામાં આવી રહી છે તેમજ કોઈ કામદાર ન્યાય મેળવવા અવાજ ઉઠાવે તો એમને બીજા દિવસે કામ ઉપરથી કાઢી મુકવામાં આવે છે અને છેલ્લા એક વર્ષ દરમ્યાન કામદારો દ્વારા અન્યાય સામે ઘણી વખત કંપનીના ગેટ પાસે ઉભા રહી ન્ચાય માટે દેખાવો /વિરોધ કરવામાં આવ્યો છે અને ન્યાય માટે લેબર ઇન્સ્પેક્ટરશ્રીને પણ ઘણી વખત ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાકટરોએ (આ સાથે સામેલ કામદારોના પ્રશ્નો બાબતે) માત્ર સાંત્વનાં આપીને કામદારોને ફરીથી ફરજ બોલાવવામાં આવે છે આવી ઘટના વારંવાર કામદારો સાથે બનતી રહે છે અને કામદારો સાથે હદની બહાર કોન્ટ્રાકટરો દ્વારા શોષણ થઈ રહ્યાનું આદિવાસી સમાજ સાથેની ચર્ચામાં બહાર આવ્યું છે. જે ચર્ચાના આધારે કહી શકાય કે કંપની કાયદા અને નિયમો વિરુદ્ધ જઈને સ્થાનિક કામદારો સાથે ખરેખર અન્યાય કરી રહી છે. અને કંપનીના કર્મચારીઓને પણ છેલ્લા પાંચ-આઠ વર્ષથી ઓવર ટાઈમનું ચુકવણું કરવામાં આવેલ નથી અને જબરદસ્તી આઠ કલાકથી વધારે કામ કરાવવામાં આવે છે જે પરિસ્થિતિ હાલમાં અવિરત છે. આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં સ્થાનિક 85% ભરતી ફરજિયાત કરવાની હોઈ છે તેમ છતાં ઘણી વખત સ્થાનિક કામદારોને હેરાન કરી કાઢી મૂકી બીજા બહારના કામદારોને લેવામાં આવે છે અને તેમને સ્થાનિક કામદારો કરતાં પગાર પણ વધારે ચૂકવવામાં આવે છે. તેમજ બોનસ, ઓવરટાઈમનું ઓછું ચુકવણું, ઇન્સ્યોરન્સનાં નામે કોન્ટ્રાકટરો દ્વારા રૂ. 500/કાપી લેવા,રોજ નિયમ પ્રમાણે ન ચૂકવવો,પાંચ થી છ હજારની સેલેરીમાં રૂ. 200/ટેક્સ તરીકે કાપી લેવા,પગાર સ્લીપન આપવી,પીએફ જમા નહીં કરાવવું વગેરે અનેક પ્રશ્નોનો આજદિન સુધી નિકાલ આવ્યો નથી ખરેખર સ્થાનિક બેરોજગારોને રોજગારી આપવાનાં હેતુથી આદિવાસી વિસ્તારમાં કંપનીને પરમિશન આપવા આવેલ હોઈ છે પરંતુ તે માત્ર અને માત્ર કાગળો પર જ રહી જાય છે.જેવા કંપનીના ઉપર ગંભીર આક્ષેપો સાથે મહુવા મામલતદાર ને લેખિત રજુઆત કરવામાં આવી છે તેમજ આ આંદોલન હવે વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.





