Traffic Tail

પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજુ કરવા અનુરોધઃ

SHARE:

સુરત શહેરના અડાજણ વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવ્યું છેઃ જેમાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે

પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજુ કરવા અનુરોધઃ
સુરત જિલ્લાના અડાજણના સીટી સર્વેમાં દાખલ કરવા માટે જમીન મહેસુલ અધિનિયમ મુજબ મજુરી મળી છે. જેથી ઈન્કવાયરી અધિકારી અડાજણ-૧ની કચેરીના શીટ નં.૨૧, ચા.નં.૯૮નું રેકર્ડ તથા શીટ નં.૨૧ના ચા.નં.૨૪૬,૨૪૭,૨૬૧નું રેકર્ડ, શીટ નં.૨૨ના ચા.નં.૨૪૪,૨૪૫નું રેકર્ડ, શીટનં.૪૭નું ચા.નં.૭/૧, ૭/૨ રેકર્ડ શીટ નં.૫૫, ૪૮ના ચા.નં.૨૦૯, ૧૬૫નું રેકર્ડ એમ જુદા જુદા તૈયાર કરીને તા.૨૦/૯/૨૦૨૫ના રોજ ગુજરાત મહેસુલ નિયમો-૧૯૭૨ના નિયમ-૧૦૫ મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે.
આ અડાજણ થયેલ ઈન્કવાયરી અધિકારી અડાજણ-૧ તૈયાર થયેલ રેકર્ડ, પ્રોપર્ટી, કાર્ડ, નકશા કે અન્ય રેકર્ડ ખુલ્લું મુકવામાં આવ્યું છે જેથી સામે જો કોઈ કોઈને વાંધો હોય તો તા.૨૦મી સપ્ટેમ્બર સુધીમાં ઈન્કવાયરી અધિકારીની કચેરી સી-બ્લોક છઠ્ઠો માળ, બહુમાળી મકાન, નાનપુરાની કચેરી ખાતે લેખિતમાં રજુ કરવા નાયબ નિયામક જમીન દફતરની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!