Traffic Tail

સુરત શહેરમાં દિવાળીને ધ્યાને લઈ હંગામી ફટાકડા વેચાણના લાયસન્સ માટે અરજદારો સંબંધિત પો.સ્ટે.માં અરજી કરી શકશે.

SHARE:

સુરત શહેરમાં દિવાળીને ધ્યાને લઈ હંગામી ફટાકડા વેચાણના લાયસન્સ માટે અરજદારો સંબંધિત પો.સ્ટે.માં અરજી કરી શકશે.
આગામી તા.૨૦/૧૦/૨૦૨૫ના રોજ દિવાળીના તહેવારને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફટાકડાનો હંગામી ધોરણે વ્યવસાય કરવા ઈચ્છતા અરજદારોને ફટાકડા લાયસન્સ મેળવવા અંગેના વિનામૂલ્યે અરજીફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી તા.૩૦ સપ્ટે. સુધી મેળવી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત કરવામાં આવેલા પુરાવાઓ સાથે જમા કરવાના રહેશે. જે વેપારી/અરજદારોની અરજીઓ શરતોને આધિન હશે તેઓને પો.કમિશનરની કચેરીની લાયસન્સ શાખામાંથી હંગામી ફટાકડા વેચાણ કરવા માટેનું લાયસન્સ ઈસ્યુ કરવામાં આવશે.
અરજદારે અરજી ફોર્મ અને પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા, સુચિત જગ્યાનો લે-આઉટ પ્લાન તથા જગ્યાની માલિકીના પુરાવા, જગ્યા અન્યની હોય તો માલિકનું સંમતિપત્ર, સરકારી જગ્યા હોય તો સંબંધિત અધિકારીનું ‘ના વાંધા પ્રમાણપત્ર’, હેલ્થ વિભાગની એન.ઓ.સી., ફાયર એન.ઓ.સી. (એપ્રુવ પ્લાન સાથે), શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, રૂ.૫૦૦ ભરેલાનું ચલણ સાથે જોડવાનું રહેશે.
રહેણાંક અને ગીચ વસ્તીવાળા જાહેર સલામતી તથા ભયરૂપ અકસ્માત થાય તેવા વિસ્તારોમાં, ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી જગ્યાએ પરવાનો મળશે નહીં. ફાયર સેફ્ટીના સાધનો ન હોય, ૨૦૦ કે.જી. ક્રેકર્સ અને ૨૫ કે.જી. ફાયર વકર્સ એમ કુલ-૨૨૫ કે.જી. થી વધુ જથ્થા હોય, ત્રણ મીટરના ક્ષેત્રમાં બે સ્ટોલ હોય તો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને મળી શકશે નહી. આજુબાજુ હાયટેન્શન લાઇન, ઇલેકટ્રીક ડી.પી., ઇલેક્ટ્રીકલ સબ સ્ટેશન ન હોવું જોઇએ. ૧૦૦ મીટરના વિસ્તારમાં ટી-સ્ટોલ, હોટલ, રેસ્ટોરન્ટ કે ખાણીપીણીના સ્ટોલ ન હોવા જોઇએ. સરકારના નીતિ નિયમોનો ભંગ થતો હોય તો પરવાના મળશે નહિ.
જે જગ્યાએ હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા હોય તે જગ્યાના સંબંધિત પો.સ્ટે.ના પો.ઈ.શ્રી અને ટ્રાફિક શાખાનો અભિપ્રાય મેળવવાનો રહેશે. તેમજ સૂચિત જગ્યાના લે-આઉટ પ્લાન પર પો.સ્ટે. અને ટ્રાફિક શાખાની સહી સિક્કા કરાવવાના રહેશે. જેની નોંધ લેવા નાયબ પોલીસ કમિશનર (વિશેષ શાખા)ની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!