Traffic Tail

શહેરમાં મેટ્રોની કામગીરી અર્થે અવરજવર માટે બંધ રસ્તાઓની મુદ્દત તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી લંબાવાઈ: પોલીસ કમિશનરનું જાહેરનામું:

SHARE:

શહેરમાં મેટ્રોની કામગીરી અર્થે અવરજવર માટે બંધ રસ્તાઓની મુદ્દત તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી લંબાવાઈ: પોલીસ કમિશનરનું જાહેરનામું:

તમામ બંધ રસ્તાઓ માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અનુરોધ
સુરત શહેર વિસ્તારમાં મેટ્રો રેલ્વેનું કાર્ય પ્રગતિમાં હોવાથી વિવિધ રસ્તાઓ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધિત જાહેરનામાની મુદ્દત લંબાવવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા (૧)લંબે હનુમાન રોડ પર લંબે હનુમાન રોડની શરૂઆત (જય વિજય રેસ્ટોરન્ટ)થી બંબે હનુમાન પોલીસ ચોકી સુધી,( ર) મસ્કતી હોસ્પિટલ મેટ્રો સ્ટેશન માટે રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી સુરત મહિધરપુરા હેડપોસ્ટ ઓફિસ સુધી (ફોર વ્હીલર કરતા) ભારે વાહન વ્યવહાર માટે તથા (૩) ચોક બજાર મેટ્રો સ્ટેશન માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસથી એસ.બી.આઇ. બેંક ગાંધીબાગ સર્કલ સુધી વાહન વ્યવહાર માટે રસ્તો બંધ રહશે. તથા (૪) રાજમાર્ગ તરફથી જે વાહનો કમાલ ગલીનો ઉપયોગ કરી ગાંધીબાગ સર્કલ તરફ આવતા હતા તે આવી શકશે નહિ. આ રસ્તાઓ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ દર્શાવતા જાહેરનામાની મુદત તા.૩૧/૦૫/૨૦૨૫થી લંબાવીને તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી કરી છે. સાથે જ આ તમામ રસ્તાઓ માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે.
આ જાહેરનામા અન્વયે (૧) લંબે હનુમાન રોડ પર જે. બી. ડાયમંડ સર્કલ તરફથી દિલ્હી ગેટ અને રીંગ રોડ તરફ આવવા માટે લંબે હનુમાન પોલીસ ચોકીથી વરાછા મેઇન રોડ રોડથી, આયુર્વેદિક કોલજ સર્કલથી સ્ટેશન રોડ. (One Way) અથવા લાલ દરવાજા રોડનો ઉપયોગ કરી શકાશે. અને કતારગામ તરફ જવા વરાછા મેઇન રોડ પરથી લાલ દરવાજા રોડ થઈને જઈ શકાશે. તેમજ દિલ્હી ગેટથી સુરત રેલ્વે સ્ટેશન અથવા વરાછા મેઇન રોડ ઉપર જવા માંગતા વાહનો સુરત રેલ્વે સ્ટેશનના વન વે રોડ અને લાલ દરવાજા રોડ પરથી જઈ શકશે. સાથે જ GSRTC બસ ડેપો અને ખારવા ચાલના રહેવાસીઓએ અલગથી જ મીટર આપવામાં આવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
(૨) સ્ટેશન રોડ પર મોતી ટોકિઝ (પાણીની ટાંકી) તરફથી મહિયરપૂરા તરફ જવા માટે ટ્રાફિકને દારૂખાના રોડથી મહિધરપુરા રોડ પર જઈ શકાશે. રાજમાર્ગથી ભાગળ અને ચોક બજાર તરફ જવા માટે દારૂખાના રોડથી મહિયરપુરા મેઇન રોડથી, ઘી કાંટા રોડથી કાંસકી વાડ રોડ પરથી ભાગળ ચાર રસ્તા પર આવી શકાશે અથવા બેગમપુરા રોડથી, ઝાંપા બજાર રોડ અને બંદરી રોડ (One way) પરથી રાજમાર્ગ પર આવી શકાશે. સાથે જ ચોક બઝાર અને ભાગળ ચાર રસ્તાથી સ્ટેશન તરફ જવા પીરછાડી રોડ (One way) અથવા કાસકીવાડ રોડ થી ધી કાંટા રોડથી મહિયરપુરા મેઈન રોડથી લક્કડ શેરી અને દારૂખાના રોડનો ઉપયોગ કરીને સ્ટેશન પર આવી શકાશે. તેમજ ટાવરથી મોતી ટોકીઝ તરફ જવા માટે ૦૩ મીટરનો રોડ લાઇટ વ્હીકલ (02-વ્હીલર, અને થ્રી-વ્હીલર (પેસેન્જર રીક્ષા અને લોડીંગ રીક્ષા)) તથા રાહદારીઓને ફકત ટાવરથી મોતી ટોકીઝ તરફ જવા માટે (One way) ખુલ્લો રહેશે પરંતુ મોતી ટોકીઝથી ટાવર સુધીની માર્ગ આવવા માટે તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રહેશે. સાથે જ સ્થાનિક રહેવાસીઓએ બાંધકામના સ્થળે અલગથી આપવામાં આવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
(૩) ચોક બજાર મેટ્રો સ્ટેશન માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસથી એસ.બી આઇ. બેંક ગાંધીભાગ સર્કલ સુધીનો રસ્તો બંધ રહશે. પરંતુ રાજમાર્ગથી નેહરુ બ્રિજ પર જવા અને આવવા નાના વાહનોને ચોક બઝાર ચાર રસ્તાથી રસ્તો આપવામાં આવશે. રાજમાર્ગથી ગાંધી બાગ, વિવેકાનંદ સર્કલ જવા માટે અનસુયન રોડ (One way). ચારા ગલી (One way) થી જઈ શકાશે. અને વિવેકાનંદ સર્કલથી રાજમાર્ગ જવા માટે રંગ ઉપવન રોડ (One way). કમાલ ગલી (One way) રોડનો ઉપયોગ કરી શકાશે. ગાંધી બાગ તરફથી નેહરુ બ્રિજ આવવા અને જવા માટે એસ.બી.આઇ. બેંક પાછળના રસ્તાથી જઈ શકાશે. સાથે જ મુગલીસરા અથવા SMC મેઈન ઓફિસ તરફ જવા માટે નાણાવટ રોડનો નાના વાહનો એજ ઉપયોગ કરવાનો રહશે અને ફોર-વ્હીલર જેવા મોટા વાહનોએ ચંદ્રશેખર આઝાદ બ્રિજ (જીલાની બ્રિજ) નો ઉપયોગ કરવાની રહેશે. તેમજ,
(૪) ગાંધીબાગ સર્કલથી રાજમાર્ગ જવા માટે કમાલ ગલીનો ઉપયોગ કરી રાજમાર્ગ તરફ જઇ શકાશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!