Traffic Tail

સુરત જિલ્લા ટાસ્ક ફોર્સે સુરતના અડાજણ અને પલસાણામાં રેડ પાડી પાંચ તરૂણ અને બે બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા

SHARE:

સુરત જિલ્લા ટાસ્ક ફોર્સે સુરતના અડાજણ અને પલસાણામાં રેડ પાડી પાંચ તરૂણ અને બે બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા

અડાજણ પાટિયા પાસે મહાલક્ષ્મી જ્યુસ સેન્ટર પરથી એક બાળશ્રમિક અને પલસાણાના બલેશ્વરની કલાકૃતિ પ્રોસેસર્સમાં રેડ દરમિયાન ૫ તરૂણ અને એક બાળશ્રમિક મળી આવ્યા


શ્રમ અધિક્ષક, સહાયક શ્રમ અધિકારી, સુરત મનપાના કર્મચારીઓ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ, પ્રયાસ ટીમ તથા અન્ય વિભાગની બનેલી જિલ્લા ટાસ્ક ફોર્સે સુરતના અડાજણ અને પલસાણામાં રેડ પાડી પાંચ તરૂણ અને બે બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા હતા.
સુરત શહેરના અડાજણ પાટિયા પાસે મહાલક્ષ્મી જ્યુસ સેન્ટર પર રેડ કરતા ૧ બાળક કામ કરતો મળી આવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો વતની આ બાળક જ્યુસ સેન્ટરમાં છેલ્લા બે થી ત્રણ મહિનાથી કામ કરતો હતો. તેની પાસે સવારે ૧૦ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી લગભગ ૧૨ થી ૧૪ કલાક કામ કરાવાતું હતું અને ૧૦ થી ૧૨ હજાર પગાર આપવામાં આવતો હતો.
પલસાણાના બલેશ્વર સ્થિત આર્ટવર્ક ડાઇંગનું કામ કરતી કલાકૃતિ પ્રોસેસર્સ પ્રા.લિ.માં રેડ દરમિયાન ૫ તરૂણ અને એક બાળ એમ ૬ બાળ-તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. જેમાં ૩ બાળકો બિહારના, ૨ યુપીના અને ૧ મધ્યપ્રદેશનો છે. અહીં તેઓ છેલ્લા બે મહિનાથી ડાઈંગનું કામ કરતા હતા બાળકો પાસે ૧૨ કલાક કામ કરાવવામાં આવતું હતું, અને તેમનું પ્રત્યેકનું વેતન ૧૨ થી ૧૫ હજાર હતું.
આ તમામ તરૂણો, બાળકોને CWC ના આદેશ અનુસાર વી.આર.પોપાવાલા બાળશ્રમમાં મૂકવામાં આવ્યા છે. તમામ બાળકોના ડોક્યુમેન્ટ આવ્યા બાદ આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!