નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે અવસરે રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્પોર્ટ્સ જાગૃતા સેમીનાર યોજાયો
આંતરરાષ્ટ્રીય કક્ષા અને પેરા રાષ્ટ્રીયકક્ષાનાં ખેલાડીઓનું સન્માન કરાયું
રાષ્ટ્ર તેમજ વૈશ્વિક સ્તરે ‘હોકીના જાદુગર’ તરીકે જાણીતા અને પદ્મભૂષણથી સન્માનિત મેજર ધ્યાનચંદના ભારતીય રમતગમતમાં અદભૂત યોગદાન બદલ રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તેમજ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર, સુરત દ્વારા આયોજીત નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જીવનભરતી વિદ્યાલય, નાનપુરા, સુરત ખાતે સ્પોર્ટ્સ જાગૃતા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના આંતરરાષ્ટ્રીય કક્ષા અને પેરા રાષ્ટ્રીયકક્ષાનાં ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ખેલાડીઓને સ્પોર્ટ્સ ઇન્જરી પ્રિવેન્સન અને સ્પોર્ટ્સ ન્યુટીશન અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની તમામ યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ ફીટ ઇન્ડિયા શપથ લઈ ખેલાડીઓને રમત પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અવસરે ‘ફીટ ઇન્ડીયા’ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારીએ ખેલાડીઓને જીવનમાં રમત અંગેનું મહત્વ સમજાવીને સૌ કોઈને રમતગમતક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરીને રાષ્ટ્રનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ આપી હતી. આ અવસરે જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ, સિનિયર કોચ કનુભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.






