Traffic Tail

ભારતીય માનક બ્યુરો-સુરત ના “સ્ટાન્ડર્ડ ક્લબ” ની ચિત્ર સ્પર્ધામાં સુરતની વિદ્યાર્થીની કારગાવકર જાનવી રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી.

SHARE:

ભારતીય માનક બ્યુરો-સુરત ના “સ્ટાન્ડર્ડ ક્લબ” ની ચિત્ર સ્પર્ધામાં સુરતની વિદ્યાર્થીની કારગાવકર જાનવી રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી.

સુરતનું ગૌરવ વધાવતી સુમન શાળાની વિદ્યાર્થી.
ગયા મહિને ભારતીય માનક બ્યુરો સુરત શાખા કાર્યાલય(ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકાર) દ્વારા સુરત જિલ્લાની અલગ-અલગ શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય વિષય “એક ટકાઉ વિશ્વને પ્રોત્સાહન આપવું” રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભાગરૂપે રાષ્ટ્રીય કક્ષાએ સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઇસ્કુલ નંબર ૭ માં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કારગાવકર જાનવી જનકભાઈની પસંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક તરીકે ભારતીય માનક બ્યુરો સુરતના નિયામક અને વડા એસ.કે.સિંહ રહ્યાં હતાં. કાર્યક્રમ સફળ બનાવવામાં સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર વિજય જારૂ, મનોજભાઈ દેવીપુજક, સુમન શાળા ૭ ના આચાર્ય બાલકૃષ્ણ ભીલવાળા અને શાળાના મેન્ટર કૌશિકાબેન ગામીતનું યોગદાન રહ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!