નળધરા ગામે પતિ પત્ની અને પુત્ર ગુમ ની ફરિયાદ
અનાવલ : મહુવા તાલુકાના નળધરા ગામે પતિ પત્ની અને પુત્ર તેમના ઘરે કહ્યા વિના જ નીકળી ગયા બાદ પરત નહીં ફરતા મહુવા પોલીસમથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના નળધરા ખાતે વાણિયા વાડ ફળિયામાં રહેતા નવીનભાઈ ચૌધરીએ મહુવા પોલીસમથકે જાણવાજોગ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના પુત્ર નરેન્દ્રભાઈ ચૌધરી ઉ.વ.૫૦ ,પુત્રવધૂ નયનાબેન ચૌધરી અને દસ વર્ષીય પૌત્ર ને લઈને ઘરે કઈ પણ કહ્યા વિના જ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફર્યા નથી.મહુવા પોલીસે આ ગુમ થયાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.






