Traffic Tail

ઇન્સ્ટાગ્રામમાં પ્રેમનું ચક્કર બબ્બે પ્રેમીઓ સાથે પ્રેમ સંબંધ સગીરા બની ગર્ભવતી.

SHARE:

અનાવલ: મહુવાના એક ગામની સગીરા બે પ્રેમીઓની ચક્કરમાં ફસાયા બાદ ગર્ભવતી બનતાં મહુવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની ઘટના બની છે.
 સુરત મહુવા :- પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સગીરાની માતાએ જણાવ્યું હતું કે, તેમની 16 વર્ષની પુત્રીને આજથી દોઢ વર્ષ પહેલા કોષ ગામના નીલ કેવિન હળપતિ સાથે મોબાઇલની ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન મારફતે સંપર્ક થતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. સગીરાએ તેની માતાને પ્રેમસંબંધની જાણ કરી બંને સાથે રહેવા માંગતા હોવાનું જણાવ્યું હતું. 2024ના ઓક્ટોબર માસમાં નીલ બાઇક ઉપર આવી સગીરાને તેના ઘરે પણ લઈ ગયો હતો. જ્યાં બંને વચ્ચે 4થી 5 વાર શરીર સંબંધ બંધાયો હતો. 1 માસ સુધી પ્રેમીના ઘરે રહ્યા બાદ બીમાર પડતાં સગીરા પોતાની માતાના ઘરે પાછી આવી હતી. ગત 6 ઓગસ્ટ-2025ના રોજ સગીરાએ પોતાને માથું અને હાથ પગ દુખવા સાથે ચક્કર આવવાની ફરિયાદ કરતાં તેને સરકારી દવાખાને લઈ જવાઈ હતી. જ્યાં તબીબે સગીરાને 8 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. તેની માતાએ વધુ પૂછપરછ કરતાં સગીરાએ 9 માસ પહેલાં કમલેશ દેવસિંગ ચૌધરી સાથે પ્રેમસંબંધ બંધાતાં પ્રેમી કમલેશે સગીરાને ગામના જ ઝાડી ઝાંખરામાં તથા હળદવા ગામની એક આંબાવાડીમાં અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો મુજબ જણાવ્યું હતું. બાદ સગીરાનો મોબાઇલ બગડી જતાં તેનો સંપર્ક તૂટી ગયો હોવાનું કહ્યું હતું. બે બે પ્રેમીના ચક્કરમાં ફસાયેલી સગીરા ગર્ભવતી બનતાં તેની માતાએ બંને વિરુદ્ધ પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરતાં મહુવા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!