Traffic Tail

સરથાણા ઝોન-શાળા નં.૩૧૦ની મુલાકાતે મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ: વરસાદગ્રસ્ત બાળકો સાથે સંવાદ કર્યોઃ

SHARE:

સરથાણા ઝોન-શાળા નં.૩૧૦ની મુલાકાતે મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ: વરસાદગ્રસ્ત બાળકો સાથે સંવાદ કર્યોઃ

વરસાદી સંકટ સમયે સ્થાનાંતરિત બાળકોની સ્થિતિનું નિરીક્ષણ કરતાં મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ


સુરત શહેરમાં છેલ્લા બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આવા સમયમાં તાકીદની કામગીરીઓના ભાગરૂપે શહેરના મુખ્ય અધિકારીઓ દ્વારા સમીક્ષાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે.
મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સરથાણા ઝોનમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૩૧૦ની મુલાકાત લીધી હતી. જ્યાં શહેરના આદર્શ નિવાસી શાળાના ૧૦૨ બાળકોને સ્થાળંતર કરાયા હતા. આ મુલાકાત દરમિયાન મ્યુ.કમિશનરશ્રીએ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની હાલની પરિસ્થિતિ, ખાવા-પીવા, રહેવા તેમજ અભ્યાસ જેવા પરિબળોની વિગતો મેળવી હતી. તેમની સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા.
મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલે પરિસ્થિતિનું નિકટથી નિરીક્ષણ કરી તાકીદે જરૂરી સગવડ અને સુવિધાઓ પૂરાં પાડવા માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે બાળકોના મનોબળને વધારવા માટે પણ સહાનુભૂતિપૂર્ણ વલણ દાખવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!