Traffic Tail

કાની ગામે વર્ષોજૂની સમસ્યા યથાવત સાકડાં નાળાના કારણે આંગણવાડી પાણીમાં ગરક.

SHARE:

કાની ગામે વર્ષોજૂની સમસ્યા યથાવત સાકડાં નાળાના કારણે આંગણવાડી પાણીમાં ગરક.

સુરત,મહુવા:-મહુવા તાલુકાના ભારે વરસાદ ના પગલે ઓવરટોપિંગના કારણે કાની નિઝર રોડ,કાની પ્રાયમરી સ્કૂલ ટુ આટીયા ફળિયા રોડ બંધ થઈ જવા પામ્યા હતા ત્યારે કાની ગામે પારસી ફળિયાની વર્ષોજુની સમસ્યા આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત માં જ જોવા મળી છે સાકડાં નાળુ વિકાસનું મુર્હત જોઈને બેઠું છે છતાં પણ વર્ષોજુની સમસ્યા નો અંત આવ્યો નથી સ્થાનિકો દ્વારા અવારનવાર જવાબદાર તંત્ર ને જાણ કરવામાં આવી છે છતાં પણ સમસ્યાનો અંત નહીં આવતા ચોમાસાની શરૂઆતમાં જ રોડ રસ્તા પાણીમાં ગરક થઈ જવા પામ્યા હતા પાણીનો નિકાલ નહિ થતા નાના ભૂલકાનું ભવિષ્ય પણ જોખમાં મુકાઇ ગયું હતું તો બીજી તરફ લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા હતા તેમજ આંગણવાડી પણ પાણીમાં ગરક થઈ જવા પામી હતી ત્યારે સાકડાં નાળા નો ઉકેલ વહેલી તકે આવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!