બારડોલી તાલુકાના બાબેન ગામે હળપતિવાસમાં પાણી ભરાતા અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવીઃ
સુરત જિલ્લામાં રાત્રીએ પડેલા ભારે વરસાદના કારણે વહેલી સવારે બારડોલીના બાબેન ગામના હળપતિવાસમાં પાણી ભરાયા હતા. જેથી જિલ્લા પંચાયતના માજી પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ તથા તંત્રએ સાથે મળીને હળપતિવાસના ૫૦૦ વ્યકિતઓ માટે ભોજનની વ્યવસ્થા કરીને ઘરે ઘરે ભોજન પહોચાડ્યું હતું.


