રિનોવેશનની કામગીરીના કારણે તા.૨૦ જૂનથી બારડોલીનું સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ રહેશે
રિનોવેશનની કામગીરીના કારણે સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય-બારડોલી તા.૨૦/૦૬/૨૦૨૫ થી મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે. રિનોવેશન પૂર્ણ થયે સંગ્રહાલય મુલાકાતીઓ માટે પુન: ખૂલ્લુ મૂકવામાં આવશે. જેની જાહેર નાગરિકોને નોંધ લેવા આસિ.ક્યુરેટર, સરદાર પટેલ મ્યુઝિયમ-બારડોલીની યાદીમાં જણાવાયું છે.
-૦૦-






