Traffic Tail

કોષ ગામના 65 વર્ષીય વૃદ્ધનું ઝાડ પરથી નીચે પડી જતાં સારવાર દરમિયાન મોત.

SHARE:

કોષ ગામના 65 વર્ષીય વૃદ્ધનું ઝાડ પરથી નીચે પડી જતાં સારવાર દરમિયાન મોત.

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના કોષ ગામ ખાતે રહેતા એક વૃદ્ધનું આંબાના ઝાડ પરથી નીચે પડી જતાં સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું છે. આ અંગે અનાવલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
​ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અંબિકા તાલુકાના કોષ ગામના ઉપલી ફળીયામાં રહેતા 65 વર્ષીય તુલસીદાસ વલ્લભભાઈ પટેલ ગત તારીખ 15 જૂન 2026ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરના પાછળના વાડામાં આવેલા આંબાના ઝાડ પર ડાળીઓ કાપવા માટે ચડ્યા હતા. તે દરમિયાન અચાનક પગ લપસતાં તેઓ ઝાડ પરથી નીચે પટકાયા હતા, જેના કારણે તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
​ઇજાગ્રસ્ત તુલસીદાસભાઈને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે વાંસદાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને અલગ-અલગ હોસ્પિટલોમાં લઈ જવાયા બાદ ગત 30 જૂનના રોજ નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તારીખ 3 જુલાઈ 2026ના રોજ સવારે 9 વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના પુત્રી નિકિતાબેન પટેલે અનાવલ પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!