Traffic Tail

વાહ રે પોલીસ વાહ! મહુવા પોલીસ સ્ટેશનના નાક નીચેથી જ મોટરસાયકલની ચોરી

SHARE:

વાહ રે પોલીસ વાહ! મહુવા પોલીસ સ્ટેશનના નાક નીચેથી જ મોટરસાયકલની ચોરી

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વાહન ચોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મહુવા બસ સ્ટેશન નજીક આવેલી ખુલ્લી જગ્યામાંથી એક મોટરસાયકલની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.પોલીસે મોટરસાયકલ ચોરીનો અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
​પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અંધાત્રી ગામના તાડ ફળિયામાં રહેતા અને મજુરી કામ કરતા 48 વર્ષીય રસિકલાલ મણીલાલ ચૌધરી ગત તારીખ 22/06/2026ના રોજ સવારના 6:15 થી રાત્રિના 9:30 વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાની કાળા કલરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (GJ-05-FM-1593) મહુવા બસ સ્ટેશનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી.​આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે મોટરસાયકલનું લોક કોઈ સાધન વડે તોડી, અંદાજે 20,000 રૂપિયા ની કિંમતના આ વાહનની ચોરી કરી નાસી છૂટ્યો હતો.રસીકલાલ રાત્રે આવ્યા ત્યારે મોટરસાયકલ ઘટના સ્થળે ન દેખાતા આમતેમ શોધખોળ હાથ ધરી હતી.પરંતુ મોટરસાયકલની કયાય ભાળ ન મળતા મોટરસાયકલ ચોરી થઈ હોવાનો અહેસાસ થતા આ ચોરીની ઘટના અંગે તેમણે તારીખ 3/7/2026ના રોજ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!