Traffic Tail

રાજ્ય સરકારની યોજના હેઠળ OBC વિદ્યાર્થીઓ વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ મેળવી શકે છે.

SHARE:

રાજ્ય સરકારની યોજના હેઠળ OBC વિદ્યાર્થીઓ વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ મેળવી શકે છે.

OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન સહાય યોજના અંતર્ગત વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ મેળવી શકાય છે. મદદનીશ નિયામક(રોજગાર) કચેરી-સુરત દ્વારા આ યોજના હેઠળ વિનામૂલ્યે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમ વર્ગોમાં BANK, GPSC, SBI, PSI, IBPS, તલાટી, કોન્સ્ટેબલ, CLASS-3, TET/TAT, RAILWAY, SSC અને INSURANCE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. તાલીમ માટે જરૂરી તમામ પુસ્તકો અને મટીરીયલ્સ પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. આ સુવર્ણ તકનો લાભ મેળવવા માટે નીચે મુજબની શરતો પૂર્ણ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. જેમાં ધો.૧૨ માં 50% કે તેથી વધુ ટકાવારી ધરાવતા OBC કેટેગરીના વિદ્યાર્થી હોવા જોઈએ. વિદ્યાર્થી હાલમાં કોલેજમાં (FY, SY, TY) અભ્યાસ કરતો હોય અથવા ગ્રેજ્યુએટ કે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ.
ઇચ્છુક વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ચિત્રમાં દર્શાવેલ QR Code અથવા Google Link થી રજિસ્ટ્રેશન કરવું. તાલીમ અંગેની તારીખ અને સમયની જાણ વિદ્યાર્થીઓને SMS અથવા Call દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે રોજગાર કચેરી, 5મો માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, નાનપુરાનો સંપર્ક કરવા જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!