કાછલ ગામે વીજ કંપનીથી ગંભીર બેદરકારી એ પશુનો જીવ ગયો.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના તાબા હેઠળ ના બામણિયા સબ ડિવિઝનની ઘોર બેદરકારીના પાપે મુંગા પશુએ જીવ ગુમાવ્યો છે મહુવા તાલુકાના કાછલ ગામે ગૌચર ફળિયામાં કોલેજની સામે મિયાપુર ગામના પરબડી ફળિયાના ભરતભાઈ આહીર બકરી ચરાવતા હતા તે દરમ્યાન એક બકરી ડીજીવીસીએલ ના ટ્રાન્સફૉર્મરના નીચે લગાવેલ ડીપી ને અડી જતા મોતને ભેટી હતી.ડીજીવીસએલની ઘોર બેદરકારીને કારણે એક પશુ એ મોતને ભેટવું પડ્યું હતું.દક્ષિણ ગુજરાતના જવાબદાર અધિકારીઓ આંખે પાટા બાંધી બેઠા હોય તેમ આટલા નીચે લગાવેલ ડીપી જે અકસ્માતને નોતરું આપતી હોય તેવી હાલતમાં હોવા છતાં કોઈપણ મરામત ના કોઈપણ પગલાં નહીં લેતા મુંગા પશુનો જીવ ગયો છે.તો બીજી તરફ ડીપી ના ફરતે ફેંસિંગલ વોલ ના હોવાના પરિણામે આ અકસ્માત ની ઘટના સર્જાઈ હોવાના આક્ષેપો પણ લાગી રહ્યા છે ત્યારે ખુલ્લામાં પડેલી અને અકસ્માત ને નોતરું આપતી આ ડીપી ના ફરતે ફેન્સીંગ કરાવવા ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.






