Traffic Tail

કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત વાહનોની તા.૨૩મી જૂને જાહેર હરાજી: જાહેર જનતા, વેપારીઓ સંબંધિત પો.સ્ટે.માં હરાજીમાં ભાગ લઈ શકશે

SHARE:

કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત વાહનોની તા.૨૩મી જૂને જાહેર હરાજી: જાહેર જનતા, વેપારીઓ સંબંધિત પો.સ્ટે.માં હરાજીમાં ભાગ લઈ શકશે
કામરેજ ડિવીઝનના કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓમાં જપ્ત વાહનોની જાહેર હરાજી તા.૨૩/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે ઉપરોક્ત પો.સ્ટે.માં યોજાશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા વેપારીઓ, જાહેર જનતાએ તા.૧૮મી જૂને સવારે ૧૧.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા દરમિયાન કામરેજ ડિવીઝન, સુરત ગ્રામ્યની કચેરી, કામરેજ ગામ મહિલા પો.સ્ટે.ની ઉપર રૂબરૂ ફોર્મ અને ડિપોઝીટના રૂ.૫૦ હજાર ભરી ફોર્મ સાથે આધારકાર્ડ, પાનકાર્ડ, તથા GST નંબરની વિગતો જોડવાની રહેશે. ડિપોઝીટના નાણા રિફન્ડેબલ છે.
હરાજીના વાહનોને હરાજીની તારીખ પહેલા કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પો.સ્ટે.માં નિહાળી શકાશે. હરાજી કમિટીની શરતો સૌને બંધનકર્તા રહેશે એમ વિભાગીય પોલીસ અધિકારી (કામરેજ) આર.આર.સરવૈયાની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!