Traffic Tail

ઉમરા ગામે ખુલ્લામાં બિન્દાસ્ત આંટાફેરા મારતો દીપડો કેમેરામાં કેદ.

SHARE:

ઉમરા ગામે ખુલ્લામાં બિન્દાસ્ત આંટાફેરા મારતો દીપડો કેમેરામાં કેદ.

સુરત,મહુવા:-સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકો દીપડાનું અભયારણ્ય બની ચૂક્યું છે ત્યારે ગામે ગામ બિન્દાસ્ત ફરતા દીપડાઓ નજરે પડી રહ્યા છે તો હુમલા કરવાની ઘટના પણ બનવા પામી છે ત્યારે ઉમરા ગામે રહેણાંક વિસ્તારમાં બિન્દાસ્ત આંટા ફેરા મારતો દીપડો કેમેરામાં કેદ થવા પામ્યો છે અંધારું પડતા જ શિકારની શોધમાં વન્ય જીવો ખોરાકની શોધમાં બહાર નીકળતા હોય છે ત્યારે ઉમરા ડેરી નજીક થી પસાર થતા એક વાહન ચાલક ને પોતાના વાહનની લાઈટ પડતા જ સામે બિન્દાસ્ત ફરતો દીપડો નજરે પડતા કેમેરામાં કેદ કર્યો હતો.હાલ તો ઉમરા ગામે દીપડાની બિન્દાસ્ત લટાર થી સ્થાનિકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને વહેલી તકે ઝબ્બે કરે એવી આશા ગ્રામજનો સેવી રહ્યા છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!