બામણિયા સબ ડીવીઝનની બેદરકારીનો ઉત્તમ નમૂનો પુના ગામે અકસ્માત ને નોતરું આપતા જમીનને અડીને ચાલતા ચાલુ વીજ કેબલ.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મહુવા તાલુકાના બામણિયા સબ ડિવિઝનની બેદરકારી નો ઉત્તમ નમૂનો કેમેરામાં કેદ થવા પામ્યો છે.પુના ગામે સ્મશાન ભૂમિ થઈ કાકા બળિયા બાપુના મંદિર તરફ જતા રસ્તા પર હાલમાં જ આવેલા મીની વાવા ઝોડા દરમ્યાન વીજપોલ ધરાસાય થવા પામ્યો હતો.ઘટનાના મહિના બાદ પણ બામણિયા સબ ડિવિઝન જવાબદાર અધિકારી દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવી નથી તેમજ દ્રશ્યમાં જે સ્પષ્ટ નજરે પડી રહ્યું છે તે મુજબ વીજ કેબલમાં પણ બન્ને વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે રોડને લગોલગ તેમજ નીચે જમીનને અડી ગયા છે.ઉપરાંત આ જગ્યા ગૌચરની હોવાથી ત્યાંથી પશુપાલકો પોતાના પાલતું પશુ ચરાવવા માટે પણ જતા હોય છે તો મંદિરે આવતા દર્શનાર્થીઓ તેમજ ગ્રામજનો માટે ભયજનક સ્થિતિમાં વીજ કેબલ જોવા મળી રહ્યો છે ત્યારે
બામણિયા સબ ડિવિઝન દ્વારા સત્વરે જો વીજ કેબલ તેમજ વિજપોલ ની કામગીરી નહિ કરશે તો મોટી દુર્ઘટના ને નકારી શકાય તેમ નથી હાલ તો ચોમાસુ પણ નજીક હોય અને વરસાદી માહોલ વચ્ચે વીજ કેલબ જમીન પર ચાલુ હાલતમાં હોય ત્યારે બામણિયા સબ ડિવિઝન દ્વારા ગ્રામજનો ની સમસ્યા નું વહેલી તકે નિવારણ લાવશે કે પછી અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ હજુપણ ઘોર નિદ્રામાં જોવા મળશે તે હવે જોવું રહ્યું.






