૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસ અંતર્ગત હિમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયોઃ
૫૫ થી વધુ રક્ત યુનિટ એકત્ર કરાયું

૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસના ઉપલક્ષમાં હિમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હિમોફિલિયા કેર સેન્ટર ખાતે નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડૉ. ધારીત્રી પરમારના વડપણ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ડોક્ટરો, નર્સ અને વિવિધ વિભાગના કર્મચારીઓ સાથે હિમોફિલિયા દર્દીઓના વાલીઓ દ્વારા ૫૫ થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી એક અઠવાડિયા સુધી થશે. જેમાં રક્તદાતાઓ સુરત નવી હોસ્પિટલની બ્લડ બેન્ક ખાતે રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરશે.

દર વર્ષની માફક આ વર્ષે પણ અભ્યાસ કરતા હિમોફિલિયાના ૨૦૦ થી વધુ દર્દીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડોક્ટર વિજય શાહ, ડોક્ટર કેતન નાયક આરએમઓ, શ્રીમતી નીનાબેન દેસાઈ, શ્રીમતી છાયલ કાપડિયા પી સી શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટ લના રિપ્રેસન્ટેટિવ ઉપસ્થિત રહી દર્દીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.






