ડાંગ જિલ્લાના ‘વન કવચ’ બન્યાં આકર્ષણનું કેન્દ્ર

ડાંગમાં વન વિભાગ દ્વારા સાપુતારા અને કરંજડા ખાતે ઊભા કરાયેલા ‘વન કવચ’માં એક હેક્ટર વિસ્તાર દીઠ આશરે 58 જાતના કુલ દસ હજાર જેટલાં વૃક્ષોનું વાવેતર કરાયું છે…

વન અને વન્યજીવોના જતન સંવર્ધનની સાથે-સાથે ડાંગ વન વિભાગ દ્વારા સ્થાનિકોને પૂરક રોજીરોટી પણ પૂરી પાડવામાં આવે છે…

તાજેતરમાં પર્યાવરણ બચાવવા અંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સાપુતારા ખાતે ‘ઈન્ટર સ્ટેટ અને યુનિયન ટેરેટરી ફોરેસ્ટ પ્રોટેકશન’ની બેઠક યોજાઈ જેમાં ગુજરાત-મહારાષ્ટ્ર–દમણ અને દીવ તથા દાદરા નગર હવેલીના ઉચ્ચ વન અધિકારીઓ સાથે પર્યાવરણ સંરક્ષણ બાબતે ચર્ચા કરાઈ…






